વધ્યા છે જે વિઘ્નો એને હટાવીને આવ્યા,
અમે ‘મારા-તારા’ છોડીને ‘સારા’ને લાવ્યા.
ડર નથી કોઈનો કે નથી કોઈની ધમકીની પરવા,
સત્યના માર્ગે પારદર્શકતાની મશાલ અમે જગાવવા આવ્યા
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં સ્થાનિક નૂતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી. કાણકીયા કોલેજ અને ઘેલાણી મહિલા કોલેજમાં લાંબા સમય બાદ યોજાયેલી ક્લાર્કની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ ગોપનીયતા અને પારદર્શકતા સાથે સંપન્ન થઈ છે. સંસ્થાના સ્થાપક પૂજ્ય સ્વ. લલ્લુબાપા શેઠના આદર્શોને વરેલા આ મંડળે “મારા અને તારાના બદલે સારા”ની નીતિને ચરિતાર્થ કરી બતાવી છે.
સંસ્થાના પ્રમુખ અને દાતા ટ્રસ્ટી શ્રીમતી ચંદ્રિકાબેન કામદારે સતત ત્રણ દિવસ સાવરકુંડલામાં રોકાણ કરી, વહેલી સવારે ૪ વાગ્યાથી રાત્રે ૭ વાગ્યા સુધી વ્યક્તિગત દેખરેખ હેઠળ ઓ.એમ.આર. પદ્ધતિથી પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ કરાવી હતી.
ભરતી પ્રક્રિયામાં વિઘ્નો નાખવા માંગતા અને ધાક-ધમકી આપનારા તત્વો સામે ઝૂકવાને બદલે પ્રમુખશ્રીએ હિંમતપૂર્વક પોલીસ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
તેમની આ મક્કમતા અને નિષ્પક્ષતાને મંડળના મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા સહિત તમામ ટ્રસ્ટીગણ, વિવિધ સંસ્થાઓના સંચાલકો અને સભ્યોએ બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.
આ પ્રક્રિયા બાદ હવે બીજા તબક્કાની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, જે યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આશાનું કિરણ બની રહેશે.













Recent Comments