અમરેલી જિલ્લામાં સમગ્ર શિક્ષાના દિવ્યાંગ બાળકોના તમામ તાલુકા તેમજ ક્લસ્ટર કક્ષાના રિસોર્સ રૂમ પર માનદ વેતન પર કરાર આધારિત હંગામી ધોરણે થેરાપીસ્ટની આવશ્યકતા છે. જેમાં યોગ્ય લાયકાત ધરાવતા થેરાપીસ્ટ અને દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થા અરજી કરી શકશે.
આવશ્યકતા મુજબ ફિજિયોથેરાપીસ્ટ જે ડિપ્લોમાં ઇન ફિજિયોથેરાપી, ડીબીટી અથવા બેચલર ઓફ ફિજિયોથેરાપીની શૈક્ષણિક લાયકાત, ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ ડિપ્લોમાં ઇન હિયરીંગ લેંગ્વેજ એન્ડ સ્પીચ ડી.એચ.એલ.એસ અથવા બેચલર ઓફ સ્પીચ એન્ડ લેંગ્વેજ પેથોલોજી બી.એ.એસ.એલ.પી, સાઇકોલોજિસ્ટ – બેચલર ઓફ આર્ટ્સ ઇન ક્લિનીકલ સાઇકલોજી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ક્લિનિકલ એન્ડ કોમ્યુનિકેશન સાઇકોલોજી, ઓક્યુપેશન થેરાપીસ્ટ- બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપીસ્ટ બી.ઓટી અથવા બેચલર પ્રોસ્થસિસ એન્ડ ઓર્થોસીસ એન્જિ. પીએન્ડઓ એન્જિનિયરીંગની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
આ થેરાપીસ્ટને પ્રતિ વિઝિટ માનદ વેતન રૂ. ૧,૦૦૦ ચૂકવવામાં આવશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે જરૂરી અનુભવના દસ્તાવેજો અને પ્રમાણપત્રોની નકલ જાહેરાત પ્રસિદ્ધ થયાના ૦૭ દિવસમાં રજિસ્ટર એ.ડીથી જિલ્લા પ્રોજેક્ટ કચેરી સમગ્ર શિક્ષા, રોયલ કોમ્પલેક્ષ, ચિત્તલ રોડ, અમરેલી ખાતે પહોંચાડવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં નહીં આવે તેમ જિલ્લા પોજેક્ટ કો-ઓર્ડિનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સમગ્ર શિક્ષાએ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments