”ઝમીર વેચીને સત્તાના મહેલ ચણનારા બહુ જોયા,
હજી આ રાખમાં થોડાઘણા અણનમ ઈમાન બાકી છે.”
”ગમે તેટલી કરો કોશિશ આ સત્યને દબાવવાની,
ખમી જાઓ સમય, હજી તો કઠીન ઇમ્તિહાન બાકી છે.”
–“પાંધી સર”
વર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં નૈતિકતા અને સિદ્ધાંતો જાણે વિસરાઈ રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. એક સમયે જ્યાં રાજનીતિ લોકસેવા અને આદર્શોનું માધ્યમ હતી, ત્યાં આજે સત્તાની લાલસામાં ‘ખુદી’ (પોતાની ઓળખ) વેચાઈ રહી છે. કવિ પાંધી સરની કલમ જ્યારે આ સ્થિતિ પર પ્રહાર કરે છે ત્યારે સમાજની વરવી વાસ્તવિકતા સામે આવે છે.
રાજકારણમાં હવે ધૈર્ય કે નૈતિકતાને કોઈ સ્થાન રહ્યું નથી. આનું ઉત્તમ ઉદાહરણ તાજેતરના વૈશ્વિક ઘટનાક્રમમાં જોવા મળે છે. અમેરિકા જેવી મહાસત્તાઓ પોતાની જરૂરિયાત મુજબ નિયમો બદલતી રહે છે. અગાઉ રશિયા પાસેથી તેલ ખરીદવા પર પ્રતિબંધ લાદનાર અમેરિકા, આજે જ્યારે હોર્મુઝની ખાડીમાં ઈરાનના નિયંત્રણને કારણે સંકટ ઊભું થયું છે, ત્યારે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપે છે.!! તો ઈરાન પણ બોમ્બમારા દરમિયાન પ્રતિબંધ શસ્ત્રથી લાવી શકે છે. આ પરિવર્તન કોઈ ઉદારતા નથી, પરંતુ શુદ્ધ ‘સ્વાર્થ નીતિ’ છે. જ્યારે પોતાનું હિત જોખમાય ત્યારે સિદ્ધાંતોને નેવે મૂકી દેવામાં આવે છે.
હવે વાત આપણાં ગૌરવવંતા વારસાની કરીએ તો
મહાભારતમાં / ગીતામાં જ્યારે ક્લાયમેકસ સમયે શ્રી કૃષ્ણપ્રભુ રથનું પૈડું સુદર્શન ચક્ર માફક ઉઠાવે છે.ત્યારે તેને પૂછાય છે કે ….. હે રાધવ ! તે તો શસ્ત્ર ન ઉઠાવવાની પ્રતિજ્ઞા જાહેર કરેલ ને ! આમ કેમ.
ત્યારે ભગવાન આખું લિસ્ટ જાહેર કરે છે કે …… આ..આ. …સમયે તમારો ( જે તેનો) ધર્મ અને નૈતિકતા ક્યાં ? ગઈ ‘તી?
મતલબ
સ્વાર્થી માનવીઓ એ હદ વટાવે છે …અને પછી પરમાત્મા પણ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી ” વિનાશાય દુષ્કૃત્ય”! માટે ” ફરી વળે છે” યુદ્ધ ક્ષેત્રમાં.અને હાહાકાર મચે છે.
આવુજ આ યુગમાં પણ થવાનું જ.
” સંભવામિ યુગે યુગે”!
આજના યુગમાં માણસ એટલો ખુદગર્જ બની ગયો છે કે તે પોતાની મૂળ ઓળખ ગુમાવી રહ્યો છે. સિતમગરો ભલે આજે બેખોફ બનીને સિતમ કરી રહ્યા હોય, પણ લોકશાહીના પ્રાણ હજી બાકી છે. લફ્ઝોની ખામોશી કોઈ મોટી કસોટીનો સંકેત આપી રહી છે. રાજકારણની હવા આજે બજારુ થઈ ગઈ છે, જ્યાં દરેક વસ્તુની બોલી લાગે છે, પરંતુ સમય સાક્ષી છે કે અંતે સત્યનો જ વિજય થાય છે.પ્રકાશ ઝાની અતિ મહત્વકાંક્ષી હિન્દી ફિલ્મ રાજનીતિ – ૨ નું લોન્ચિંગ થશે ત્યારે રાજકીય મૂલ્યોના તમામ આયામો નિરુતર થઈ જશે, ને?
–બિપીનભાઈ પાંધી હર્ષદભાઈ જોશી













Recent Comments