અમરેલી

અમરેલી જિલ્લા પંચાયતની મુદ્દત પૂર્ણ થતા વહીવટદાર તરીકે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની નિમણૂક

અમરેલી જિલ્લા પંચાયતની નિયત સમય મર્યાદાની મુદત પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા હુકમ અન્વયે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે કલેક્ટરશ્રી, અમરેલીની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકનો હુકમ થતા મંગળવારે તા. ૧૭ માર્ચના રોજ જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે અમરેલી જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

 રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ-૨૭૮ અન્વયે પંચાયત અધિનિયમની કલમ-૧૩ અનુસાર ૧૬-૧૯ માર્ચ, ૨૦૨૬ દરમિયાન મુદત પૂર્ણ થનારા જિલ્લા તથા તાલુકા પંચાયતોમાં ચૂંટણીઓ પૂર્ણ થાય અને બેઠક મળે નહીં ત્યા સુધી વહીવટદારશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts