અમરેલી

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરતા પ્રતાપ દુધાત પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ 

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરતા પ્રતાપ દુધાત પ્રમુખશ્રી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ 

≠==================

 આજ રોજ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે એક વિશેષ ‘સંવાદ અને વિચાર વિમર્શ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગઠન મજબૂતીકરણ, ચૂંટણી વ્યૂહરચના અને સક્રિયતા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ ધાનાણી પૂર્વ વિરોધપક્ષ ના નેતા તથા શ્રી કનુભાઈ બારિયા, શ્રી અમિતભાઈ લવતુકા તેમજ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત ખાસ ઉપસ્થિત રહયા હતા અને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું 

આ સંવાદ કાર્યક્રમ બે તબક્કામાં યોજવામાં આવેલ હતો જેમાં ચંદ્રેશભાઈ રવાણી પ્રદેશ અગ્રણી, વલ્લભભાઈ ઝીંઝુવાડિયા  કોંગ્રેસ અગ્રણી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ નરેશભાઈ દેવાણી, અશ્વિનભાઈ ધામેલીયા, દાનુભાઈ ખુમાણ, નારણભાઇ ગુજરીયા, જશુભાઈ ખુમાણ, દીપકભાઈ સભાયા તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી હસુભાઈ સૂચક  કનુભાઈ ડોડીયા, મહેશભાઈ જયાણી, હિતેષભાઇ સરિયાં, હસુભાઈ બગડા, કિરીટભાઈ દવે, વિપુલભાઇ ઉનાવા, નાસિરભાઈ ચૌહાણ, કનુભાઈ દેવીપુજક,બટુકભાઈ ઉનાવા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા 

જેમાં ૧. તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા (સંવાદ અને આયોજન) સમય: સવારે ૯:૦૦ થી ૧૧:૩૦ કલાકે તેમજ શહેર કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા (સંવાદ અને આયોજન): સમય: બપોરે ૪:૦૦ થી ૫:૩૦

સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યા ઉપસ્થિત થયેલ અને  સમગ્ર કોંગ્રેસ પરિવાર એકજૂથ થઈ ચૂંટણી લક્ષી આયોજનમાં સહભાગી થયાં હતા

Related Posts