ગુજરાત

ગ્રીન આર્મી ટ્રસ્ટ સુરત દ્વારા પક્ષી ઓની તરસ છીપાવવા 1500 થી પણ વધુ ચકલીઘર પાણીના કુંડા અને બર્ડ ફીડર નું વિતરણ “શહેર માં 52 જાહેર સ્થળો એ ઠંડા પાણી ના પરબ”

સુરત માં પક્ષીઓની તરસ છીપાવવા 1500 થી પણ વધુ ચકલી ઘર પાણીના કુંડા અને બર્ડ ફીડર નું વિતરણ કરતી ગ્રીન આર્મી ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પક્ષી ઓ માટે શરૂ કરાઇ સેવાની સરવાણી કાળઝાળ ઉનાળાની શરૂઆત થતા જ જ્યારે આકાશમાંથી અગનગોળા વરસતા હોય છે, ત્યારે માનવી તો પોતાની તરસ ગમે ત્યાંથી છીપાવી લે છે, પરંતુ આકરી ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પીવાનું પાણી મેળવવું અત્યંત મુશ્કેલ બની જતું હોય છે.પક્ષીઓની વેદનાને સમજીને ગ્રીન આર્મી સંસ્થા અને સંસ્થા ના 365 સૈનિકો દ્વારા છેલ્લા એક દસકા થી અનોખી પહેલ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા સતત દસમા વર્ષે પક્ષીઓ માટે પાણીના કુંડાનું ચકલી ઘર બર્ડ ફીડર વગેરે વિનામૂલ્યે વિતરણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી આવી છે.

આ ઉમદા કાર્યમાં ગ્રીન આર્મી ના દાતાશ્રીઓ સહિત સૈનિકો એ તન મન અને ધન થી નિઃસ્વાર્થ આર્થિક સહયોગ અપાયો હતો.. તેથી આ વર્ષ પણ શહેરના દાતાશ્રીઓ ના સહયોગ થી 1500 થી પણ વધુ ચકલી ઘર પાણીના કુંડા નિઃશુલ્ક વિતરણ કરાયું છે.

આ ચકલી બચાવો અભિયાન વેળાએ ગ્રીન આર્મી ના સક્રિય સૈનિક મનસુખભાઈ ડાયાભાઇ કાસોદરિયા એ હૃદયસ્પર્શી અપીલ કરતા જણાવ્યું હતું કે, પક્ષીઓ આપણા પર્યાવરણનું અભિન્ન અંગ છે અને તેમની રક્ષા કરવીએ આપણી નૈતિક ફરજ છે. અમારી ગ્રીન આર્મી 365 દિવસ વૃક્ષારોપણ કરી શુધ્ધ હવા મળે ઓક્સિજન નું પ્રમાણ જળવાઈ રહે તેમજ સૂક્ષ્મ જીવો ને આશરો મળે તેવા પ્રયાસો ની સાથે 52 થી વધુ સ્થળો પર પાણીના પરબ પણ ચાલુ કરેલ છે જે પણ 365 દિવસ કાર્યરત રહે છે.. અમારી દરેક સેવાકીય પ્રવૃત્તિ થી આજે લોક જાગૃતિ આવી છે અને સુરતવાસીઓ અમારી સંસ્થા સાથે જોડાઈ રહી છે. અમારો એક માત્ર હેતુ એ જ છે કે આ સૃષ્ટિ ના સમસ્ત જીવાત્માનું જીવનપર્યંત કલ્યાણ થવું જોઈએ..

Related Posts