દામનગર પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.
પી.એમ.શ્રી દામનગર શાળા નંબર 2 માં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ જાતે ચકલી ઘર બનાવી ચકલી અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કર્યો હતો.દામનગર નાં સામાજિક કાર્યકર સંજયભાઈ તન્નાએ આ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપ્યા હતા અને શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી અને પ્રેરણાત્મક કાર્ય બદલ શાળાનાં આચાર્યશ્રી દીપકભાઈ અગ્રાવતને તથા શાળા પરિવારને અભિનંદન આપ્યા હતા તેમજ સારી પ્રવૃતિઓ શાળામાં ચાલતી રહે તે આશા વ્યક્ત કરી હતી..
















Recent Comments