અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, ધારસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવિયા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓના અગાઉના પેન્ડિંગ પ્રશ્નો જેમ કે, ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતાં રસ્તાઓ, જમીન માપણી વીજ જોડાણ, જંગલ કટીંગ, નેશનલ હાઇવે સંલગ્ન ગામમાં સર્વિસ રોડની માંગણી, પાણી પુરવઠા, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકાને લગત પ્રશ્નોને લઈને હાલ સુધીની પ્રગતિલક્ષી કામગીરી અંગે જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા હાથ ધરીને સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ મુદ્દે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજે સમીક્ષા હાથ ધરી જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને સંકલન કરવા અને ઘટતું કરવા સૂચના આપી હતી.
જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિલિપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકિયા, લાઠી પ્રાંત અધિકારી શ્રી નીરવ બ્રહ્મભટ્ટ, બગસરા,ધારી, સાવરકુંડલા-લાઠી પ્રાંત અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી ધોળાવાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડા, તાલુકા અને શહેર મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ સહિતના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments