રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૨૨ માર્ચને રવિવારના રોજ અમરેલી જિલ્લામાં વિવિધ વિભાગોના અંદાજે કુલ રૂ. ૬૮૧.૭૮ કરોડના ૧૪ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લાના માર્ગ વ્યવસ્થા, શહેરી સુવિધાઓ તથા અન્ય આધારભૂત માળખાકીય વિકાસને મજબૂત આધાર મળશે.
આ ખાતમુહૂર્તના કાર્યોમાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક રૂ. ૬૩૮.૨૬ કરોડના ત્રણ કામો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક રૂ. ૨૪.૪૫ કરોડના આઠ કામો, બાગાયત વિભાગ હસ્તક રૂ. ૧૦.૦૦ કરોડના એક કામ, નગરપાલિકા સાવરકુંડલા હસ્તક રૂ. ૭.૫૭ કરોડના એક કામ તથા ઉદ્યોગ અને ખાણ વિભાગ (DMF) હસ્તક રૂ. ૧.૫૦ કરોડના એક કામનો સમાવેશ થાય છે.
આ કામોમાં અમરેલી શહેરની ફરતે રાધેશ્યામ ચોકડી થી માચીયાળા સુધી નવા બાયપાસનું આશરે રૂપિયા ૨૭૦ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થશે. આ ઉપરાત જાફરાબાદ ચારનાળા અને રાજુલા બાઢડા થોરડી માર્ગનું ખાતમુહૂર્ત થશે.
સાવરકુંડલામાં ભેંસાણ સરોવર ખાતે ૭.૫ કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ હોલ અને ચિલ્ડ્રન પાર્કનું નિર્માણ થશે. આ વિકાસ કાર્યો પૂર્ણ થતા શહેરી વિકાસને વેગ મળશે. આ ઉપરાંત સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ખાતે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સનું નિર્માણ થશે.
માર્ગ અને મકાન વિભાગ પંચાયતના સાવરકુંડલા ધારથી હઠીલાવાવ, મેવાસા એપ્રોચ રોડ, ખડસલી એપ્રોચ રોડ, વીરડી નાળ રોડ, કુંકાવાવ-નાજાપુર રોડ, લુવારાથી જૂના ગોરડકા રોડ, કુંકાવાવના રામપુરથી સરધારપુર રોડ સહિતના ૨૪.૪૫ કરોડના કામો, અને ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ હસ્તકના બાબરા તાલુકામાં વાંકિયા – નીલવડા ક્લસ્ટર રોડનું રૂ ૧.૫ કરોડના હસ્તે ખાતમુહૂર્ત થશે.
આ વિકાસકાર્યો પૂર્ણ થતાં જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે તથા લોકોના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો થશે.
















Recent Comments