અમરેલી

દુધાળા પ્રાથમિક શાળા ખાતે આત્મારામ સમર્થ પ્રોજેક્ટ ને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ગ્રુપ નું પ્રોત્સાહન

લાઠી તાલુકા ના દુધાળા પ્રાથમિક શાળા ખાતે આત્મારામ સમર્થ પ્રોજેકટ ને પ્રોત્સાહિત કરવા પધારેલ શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર  શ્રીરાકેશભાઈ ધોળકિયા નાનુભાઈ મોણપરા મનોજભાઈ મોણપરા પુનાભાઈ માલવીયા સહિત ના મહાનુભવો નો હર્ષ ઉલ્લાસ થી સત્કાર કરતા વિદ્યાર્થી 

લાઠી તાલુકા ના દુધાળા પ્રાથમિક શાળા પરિસર માં મહાનુભવો ના આગમન થતા વર્ગ ખંડ  તાળી ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા શિક્ષણ ના હિમાયતી વતન પ્રેમી ગોવિદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ રાકેશભાઈ ના વિઝનરી હેઠળ આજે આદર્શ પોતીકા ગામ ની શાળા માં આત્મારામ સમર્થ પ્રોજેકટ અંતર્ગત સમીક્ષા  પ્રોત્સાહન માટે પધારતા વિદ્યાર્થી ઓમાં ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું “અપ્પ દીવો ભવ” ની શુભેચ્છા સાથે રાકેશભાઈ ધોળકિયા એ જણાવ્યું હતું કે જ્ઞાન પ્રત્યેક વ્યક્તિ ની ઉન્નતિ ની પ્રથમ સીડી છે બધા દાન માં શિક્ષણ પાછળ કરેલ દાન સર્વોત્તમ છે “અન્નદાન ક્ષણિક તૃપ્ત કરે છે જ્યારે વિદ્યાદાન.વ્યક્તિ નું સમગ્ર જીવન તૃપ્ત કરે છે” સા વિદ્યા કર મુલે સાથે મહાનુભવો ના વક્તવ્ય માંથી સુભચિતો રચ્યાં હતા આ કાર્યક્રમ માં સમગ્ર દુધાળા પ્રાથમિક શાળા પરિવાર તેમજ બી આર સી સી આર સી એસ એમ સી પરિવાર ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા મહાનુભવો ના આગમન લઈ વિદાય સુધી સ્વંયમ શિસ્ત સમય બદ્ધતા એકાગ્રતા સ્વચ્છતા જેવા અનેક ગુણ ની અમીટ છાપ છોડી જતી દુધાળા પ્રાથમિક શાળા પરિસર ના ઉત્તમોત્તમ આચરણ થી મુલાકાતી ઓ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી રાકેશભાઈ ધોળકિયા એ પોતીકા ગામ દુધાળા ની પ્રાથમિક શાળા માં આવી ખૂબ આત્મીય ભાવ થી વિદ્યાર્થી ઓ સાથે સંવાદ કર્યો હતો 

Related Posts