ગુજરાત

“ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં” સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો અને સ્માઇલ શેલ્ટર હોમ ના અંતેવાસીઓ દ્વારા રામનવમીની ઊજવણી

વડોદરા  સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો અને સ્માઇલ શેલ્ટર હોમ ના અંતેવાસીઓ દ્વારા રામનવમીની ઊજવણી કરવામાં આવેલ.

આજે રોજ સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો દ્વારા રામનવમીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવેલ. જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા રામાયણના પાત્રોમાં સુસજ્જ થઈ ઉપસ્થિત મહેમાનોને મોહિત કરેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો સંસ્થા દ્વારા કરવામાં પથારીવશ બાળકોની કરવામાં આવતી સેવાચાકરી ની પ્રવૃતિથી ભાવુક થયા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મેયર અને હાલ કોર્પોરેટરશ્રી નિલેશભાઈ રાઠોડ, ડૉ. મિતેશ શાહ (imamsn,hq, પ્રમુખ ima, વડોદરા), ડૉ.હિતેન્દ્રભાઇ પટેલ,વિજયદાદા વૈશ્વિકર, ડૉ.કનુભાઈ લીંબચીયા, ડૉ.અજય સોની,શનાભાઈ પટેલ,શંકરલાલ ત્રીવેદી, હેમાબેન મેહતા, અમનદીપ બેન કૌર,કાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી વગેરે ઉપસ્થિત રહી દિવ્યાંગો માટેના આ કાર્યક્રમની સરાહના કરેલ.આ તકે ઉપસ્થિત તમામ દાતાશ્રીઓ તેમજ મહેમાનોનું સાંપ્રત સંસ્થા વડોદરાના મેનેજરશ્રી હિતેષભાઇ બગડા દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Related Posts