સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ ફાટક ઉપર રેલ્વે ઓવરબ્રીજની કામગીરીના પગલે રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
વૈકલ્પિક રૂટ ૦૧ મુજબ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ પરથી પસાર થવું.
વૈકલ્પિક રૂટ ૦૨ મુજબ સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં જતા-આવતા દ્વિચક્રી તથા થ્રીચક્રી વાહનોએ સૂચિત બ્રીજની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવું.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧) (બી) હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામુ તા. ૨૧.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમના ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.












Recent Comments