વસ્તી ગણતરી -૨૦૨૭ ભારત સરકાર દ્વારા હાથ ધરાતી રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના – ૨૦૨૭ અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration)પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં સ્વ-ગણતરી કરવી હવે સહેલી છે. સમગ્ર રાજ્યમાં આગામી ૩૧ મે દરમિયાન નાગરિકો ઓનલાઇન પોર્ટલ પર પોતાની જાતે સ્વ-ગણતરી કરી શકે છે.
આ અંગે નાગરિકોને રાષ્ટ્રહીતમાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા માટે અપીલ કરતા નિવાસી અધિક કલેક્ટરશ્રી, દિલિપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતી માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે. હું નાગરિકોને અપીલ કરું છું કે, આપ hppts://se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશો. આપના દ્વારા આપવામાં આવતી માહિતી સંપૂર્ણપણે ગોપનીય અને સુરક્ષિત રહેશે. રાષ્ટ્રહિતમાં સૌ સ્વગણતરીમાં જોડાઈ અને પોતાનું યોગદાન આપે.’
ગણતરી કરવા અંગે કોઈપણ મુંજવણ કે, મુશ્કેલી અનુભવો તો ટોલ ફ્રી નંબર ૧૮૫૫ પર ફોન કરી મદદ મેળવી શકાશે. સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ આપને એક યુનિક SEID પ્રાપ્ત થશે. ત્યારબાદ ગણતરીદાર આપના ઘરે મુલાકાતે આવે ત્યારે માત્ર SEID દર્શાવી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરી શકાશે.












Recent Comments