અમરેલી

જિલ્લામાં જુની મોટર સાયકલ, સ્કૂટર, જુના થ્રી વ્હીલ, ફોર વ્હીલ વાહનો વેચનાર કે ખરીદનારે નિયત નમુનામાં રજિસ્ટર નિભાવવું

સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ પડશે.

કોઈપણ જુની મોટરસાયકલ, સ્કુટર, કે જુના થ્રી વ્હીલ, ફોર વ્હીલ વાહનો વેચનાર વ્યક્તિએ તેમજ ખરીદનાર વ્યક્તિએ કોલમ વાઈઝ વેચનારનું નામ,સરનામું અને વેચવાનું કારણ, ખરીદનારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ખરીદનારનું આઈ.ડી.પ્રૂફ તથા રેસીડન્ટ પ્રૂફની વિગત, જૂનું ખરીદવાનું કે ખરીદ્યુ તેની કારણ અને તારીખ, એન્જિન-ચેસીસ નંબર, મોડલ નંબર, રજિસ્ટ્રેશન નંબર વિગેરેની વિગત અંગેની ઝેરોક્ષ રાખવા સહિતનું નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.

રજિસ્ટર નિભાવવા ઉપરાંત જુની મોટર સાયકલ, સ્કુટર, કે જુના થ્રી વ્હીલ, ફોર વ્હીલ વાહનો ખરીદનારને અવસ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત પોતાના કબ્જામાં રાખવી. જુની મોટરસાયકલ, સ્કુટર, કે જુના થ્રી વ્હીલ, ફોર વ્હીલ વેચનારા વેપારી અથવા આ અંગેની દુકાનો ધરાવનાર માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટોએ જ્યારે જુની મોટર સાયકલ સ્કુટર કે જુના થ્રી વ્હીલ,ફોર વ્હીલ વાહનોનું વેચાણ કરે ત્યારે જુની મોટર સાયકલ, સ્કુટર, કે જુના થ્રી વ્હીલ, ફોર વ્હીલ ખરીદ કરનાર ગ્રાહકનું ઓળખકાર્ડ પુરાવા પૈકી એક પુરાવો ગ્રાહક પાસેથી મેળવવાનો રહેશે.

આ હુકમ તા.૧૪.૦૫.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ની જોગવાઈઓ અન્વયે કાર્યવાહી થશે.

Related Posts