અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા મુકામે પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે સહભાગી બનવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ છતડીયા – રાજુલા સ્થિત હેલિપડ પર આવી પહોંચતા દેવકા વિદ્યાધામ ટ્રસ્ટીશ્રીઓ, ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
છતડીયા-રાજુલા સ્થિત હેલિપેડ ખાતે જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા પણ મુખ્યમંત્રીશ્રી સાથે આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, છતડીયા હેલિપેડ ખાતે મુખ્યમંત્રીશ્રીના સ્વાગત વેળાએ દેવકા વિદ્યાપીઠ ટ્રસ્ટીશ્રીઓ, રાજુલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા પૂર્વ ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેર, રાજુલા સ્થાનિક આગેવાનો, ભાવનગર જિલ્લા પોલીસ વડાશ્રી પાંડે, રાજુલા પ્રાંત અધિકારી શ્રી મેહુલ બરાસરા,આઈ.પી.એસ શ્રી જયવીર ગઢવી સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments