સ્મરણની પ્યાસને તૃપ્તિમાં ફેરવી દીધી છે એણે,
તરસ જેની હતી એને જ
ઠંડક આપી છે એણે.
નથી કૈં નામની ઈચ્છા,
નથી કૈં પદની લાલચ,
ફક્ત માનવતાની સેવાને નવી ઓળખ આપી છે એણે.
– – “પાંધી સર”
શહેરમાં માનવતા અને સેવા ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા એક સેવાકીય કાર્યની નોંધ લેવાઈ છે. વધતી જતી ગરમી અને ઉનાળાના પ્રારંભે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સાવરકુંડલા રેલવે સ્ટેશન પર શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર કુલર અને આર.ઓ. ફિલ્ટર અર્પણ કરવામાં આવ્યું છે.
મહીતોષકુમાર વિરલભાઈ રાઠોડે તેમના દાદા સ્વ. ભાણજીભાઈ દુદાભાઈ રાઠોડની ૧૬મી પુણ્યતિથિ નિમિતે આ પુણ્યનું કાર્ય કર્યું છે. રેલવે સ્ટેશન પર ૪૦ લીટરની ક્ષમતા ધરાવતું ફ્રિજ અને ફિલ્ટર સિસ્ટમ મુકવામાં આવી છે, જે ટ્રેનમાં મુસાફરી કરતા હજારો મુસાફરો માટે આશીર્વાદરૂપ બનશે.
આ તકે આયોજિત કાર્યક્રમમાં સામાજિક અગ્રણી વિરલભાઈ રાઠોડ, પત્રકાર અમિતગીરી ગોસ્વામી, રેલવે કર્મચારી રાજુભાઈ બગડા, બુકિંગ ક્લાર્ક ગૌરાંગભાઈ વેગડા, સોનપાલભાઈ, પવનકુમાર નૈયા, સ્ટેશન માસ્ટર
સહિત રેલવે સ્ટાફ અને મુસાફરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌ કોઈએ રાઠોડ પરિવારની આ પ્રેરણાદાયી પરંપરાને બિરદાવી હતી.



















Recent Comments