અમરેલી

અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજયની મંગલ શુભેચ્છા પાઠવતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દીપક વઘાસિયા

આગામી 26, એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અંતર્ગત અમરેલી નગરપાલિકા ના વોર્ડ નંબર 4 ના ભારતીય
જનતા પાર્ટી ના ઉમેદવારો સર્વ શ્રી ચંદુભાઈ ખણેસા,શ્રી મૌલિક ઉપાધ્યાય,શ્રી નાથુભાઈ ધાધલ, શ્રી મનીષભાઈ ધરજીયા આજે જિલ્લા
ભાજપ ના ઉપપ્રમુખ શ્રી દીપક વઘાસિયા ના નિવાસસ્થાને રૂબરૂ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ત્યારે શ્રી દીપક વઘાસિયા ના પરિવાર
દ્વારા તેમનું ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ ની પરંપરા મુજબ કુમકુમ તિલક કરી,પુષ્પ માળા પહેરાવી અને શુકનનો શ્રીફળ પડો આપીને
ભવ્ય વિજયની શુભકામનાઓ પાઠવી અભિનંદન આપેલ અને આ ચૂંટણીમાં વોર્ડ નંબર 4 મા ખુબ જંગી મતોની સરસાઈ થી વિજેતા બની
અમરેલી નગરપાલિકામાં સુશાસન દ્વારા નાગરિકોની સુખાકારી ની યોજનાઓ અને લોકઉપયોગી કાર્યો દ્વારા ભાજપની અંત્યોદય ની
સંકલ્પના ને સાકાર કરી લોકકલ્યાણ ના કાર્યો જનજન સુધી સુપેરે પહોચાડવામાં નગરપાલિકાના સદસ્ય તરીકે નિમિત બનો તેવી
શુભકામનાઓ પાઠવી ભવ્ય વિજયની મંગલ કામના કરેલ…..

Related Posts