અમરેલી

ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ભવ્ય રેલીમાં ‘ગાયત્રી પાન પાસે સેવાનો અમીછાંટણો

​ભરબપોરે તરસની વેદના 

જેણે સહી હશે,

અમૃત શું છે? એ વાત 

એને જ સમજાઈ હશે.

​માનવતા મહેકી ઊઠી આજે                   શરબતની ધારમાં,

ભીમરાવની જયંતીની સાચી 

એ જ વધાઈ હશે.

–“પાંધી સર”

આજે સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે, ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આકાશમાંથી વરસી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે આ રેલી હાથસણી રોડ પર આવેલા ગાયત્રી પાન પાસે પહોંચી, ત્યારે માનવતાના દર્શન થયા હતા.

​સાવરકુંડલાના સેવાભાવી પૂર્વ નગરપાલિકા સદસ્ય જીગ્નેશભાઈ ભરાડ અશોકભાઈ ખુમાણ તથા પ્રકાશભાઈ દ્વારા રેલીમાં જોડાયેલા તમામ લોકો માટે ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ આકરા તાપમાં તરસથી વ્યાકુળ લોકો માટે આ શરબત ખરેખર અમૃત સમાન સાબિત થયું હતું. મહાનુભાવોએ અત્યંત ભાવ અને આદરપૂર્વક લોકોને શરબત પીવડાવી ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની શુભકામનાઓ પાઠવી હતી. ભરઉનાળે સેવાની આ સરવાણી જોઈ ઉપસ્થિત સૌ કોઈએ આ સેવાયજ્ઞને બિરદાવ્યો હતો.

Related Posts