રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ
ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,
મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન
તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ હેઠળ મળેલ
સત્તાની રૂઇએ ફરમાવ્યું છે કે, તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ સવારના ૭:૦૦ કલાકથી નિયત કરેલા મતદાન મથકોએ
મતદાનની કામગીરી પુરી થાય તે સુધીના સમય તેમજ મતદાનને લગતી અન્ય કામગીરી પુર્ણ થાય તે સમય સુધી
નિયત કરવામાં આવેલ મતદાન મથકોના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી.
આ હુકમ ચૂંટણી અંગેની કામગીરીમાં રોકવામાં આવેલ ચૂંટણી ફરજ માટેના સરકારી અધિકારી અને
કર્મચારીઓને,કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ ઉપર મુકાયેલ પોલીસ અધિકારી-કર્મચારી તથા
હોમગાર્ડને, ચૂંટણી લડતા ઉમેદવારો/ચૂંટણી એજન્ટ/મતદાન એજન્ટને તથા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી
આયોગ દ્વારા અધિકૃત કરવામાં આવે તે સ્ટાફ ઉપરાંત અધિકૃત મતદારોને મત આપવા જતા તેમજ મતદાન પછી
પરત આવવા સુધીના સમય સુધીનાને લાગુ પડશે નહી.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ
હેઠળ સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની મહાનગરપાલીકા, નગરપાલીકાઓ તથા જિલ્લા/તાલુકા પંચાયતોની
સામાન્ય ચૂંટણીઓમાં સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામાનો અમલ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાનની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં
રહેશે. (જો તા.૨૭/૦૪/૨૦૨૬ના રોજ પુન: મતદાન થાય તો પુન: મતદાનના દિવસે મતદાનની કામગીરી પુર્ણ
થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.)












Recent Comments