રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ-૨૦ર૬નો ચૂંટણીનો
કાર્યક્રમ જાહેર થયેલ છે.
ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ભાવનગર મહાનગરપાલીકા, નગરપાલિકા મહુવા, પાલીતાણા, વલ્લભીપુર તેમજ
ભાવનગર જિલ્લા પંચાયત ઉપરાંત તાલુકા પંચાયત, ભાવનગર(ગ્રામ્ય), ઘોઘા, શિહોર, વલ્લભીપુર, ઉમરાળા,
મહુવા, પાલીતાણા, તળાજા, ગારીયાઘાર અને જેસરની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. જેનુ મતદાન
તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ થનાર છે.
ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડૉ.મનીષ કુમાર બંસલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ હેઠળ મળેલ
સત્તાની રૂઇએ ફરમાવ્યું છે કે, મતદાન મથકની ૨૦૦ મીટરના અંતર સુધીમાં કોઈપણ મંડપ બાંધવો નહી અને એક
જ મંડપ બાંધી શકાશે અને તેમાં એક ટેબલ અને એક ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી
અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે પરંતુ મંડપની ફરતે કંતાન કે પછી પછેડી જેવી આડશ લગાવી
શકાશે નહી.
આવા મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખીત પરવાનગી મેળવવી અને
સબંધિત ચુંટણી અધિકારીશ્રીઓને જાણ કરવી જોઈશે.
મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ પ્રતિક અથવા રાજકીય પક્ષનું નામ
લખેલુ હોવું જોઈએ નહી.
મતદાન કરીને આવેલ મતદારને મંડપમાં ભેગા/એકત્ર થવાની છુટ આપવી નહી.
મંડપમાં મતદાન મથકમાં મતદાનની પ્રક્રિયામાં અડચણ (હરકત) ઉભી ન થાય તેની તકેદારી રાખવી.
મતદાર કોઈપણ ઉમેદવારના મંડપમાં સ્લીપ લેવા જઈ શકશે તેમ કરતા કોઈપણ પ્રકારે કોઈ દ્વારા તેને અટકાવી
શકાશે નહી. મંડપમાંના કાર્યકારો સુમેળભર્યા વાતાવરણમાં જ કાર્યવાહી કરી શકશે.તેમજ કાયદો વ્યવસ્થા
જાળવવામાં હરકત થશે તો મંડપ દુર કરવાની કાર્યવાહી સક્ષમ સત્તાધિકારી કરી શકશે.
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ
હેઠળ સજાને પાત્ર થશે.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાની મહાનગરપાલીકા, નગરપાલીકાઓ તથા જિલ્લા/તાલુકા પંચાયતોની
સામાન્ય ચૂંટણીમાં સમાવિષ્ટ વિસ્તાર પુરતુ લાગુ પડશે.
આ જાહેરનામાનો અમલ તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાનની કામગીરી પુર્ણ થાય ત્યાં સુધી અમલમાં
રહેશે. (જો તા.૨૭/૦૪/૨૦૨૬ના રોજ પુન: મતદાન થાય તો પુન: મતદાનના દિવસે મતદાનની કામગીરી પુર્ણ
થાય ત્યાં સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.)












Recent Comments