વિડિયો ગેલેરી

ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતી સુરત બ્રહ્મા ગુરુકુલમ નો વાર્ષિક ઉત્સવ ઉજવાયો

સુરત શહેર ના હાર્દ સમાં વિસ્તાર મોટા વરાછા ઉત્રાણ  ખાતે સંસ્કારો નુ સિંચન કરતી સંસ્થા બ્રહ્મા ગુરુકુલમ સંસ્થાન નો વાર્ષિક ઉત્સવ ઉજવાયો જેમાં સંસ્થા ના શુભેચ્છકો, વાલી મિત્રો, સંચાલક મંડળ સ્ટાફ દ્વારા બાળકો ની  કૃતિ ઓ આધ્યાત્મિક ઉપદેશ સહ રજૂ કરવામાં બાળકો સફળ રહ્યા.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કૃષ્ણદાસજી અને દિનેશભાઈ જોગાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે દીપ પ્રાગટ્ય કરી બાળકોને આશીર્વાદ સહ પ્રોત્સાહિત કર્યા હતા.

કાર્યક્રમની વિશેષતાઓ નવધા ભક્તિની પ્રસ્તુતિ સંસ્થાના નાના-નાના ભૂલકાઓએ ‘નવધા ભક્તિ’ ના નવ સ્વરૂપો શ્રવણ, કીર્તન, સખ્ય, સ્મરણ, અર્ચન, દાસ્ય, વંદન, પાદસેવન અને આત્મનિવેદન ને પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતા.સંસ્કાર સિંચન બાળકોના કાલા-ઘેલા બોલ અને તેમની ભક્તિમય પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ વાલીઓ અને જનતાના દિલ જીતી લીધા હતા.મુખ્ય ઉદ્દેશ્ય બ્રહ્મગુરુકુલમ દ્વારા આયોજિત આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય આજની પેઢીને ટેકનોલોજીના યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યો સાથે જોડી રાખવાનો છે.’બ્રહ્મગુરુકુલમ’ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી. ગુરુમાતા શીતલબેન અને અંકુરભાઈ વેજપરાના માર્ગદર્શન હેઠળ થયેલા આ કાર્યક્રમને ભારે સફળતા મળી.હતી

Click to teach Gmail this conversation is not important

Related Posts