અમરેલી

નગરપાલિકાઓમાં ભાજપનો વિજયધ્વજ લહેરાશે : અતુલ કાનાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય નિશ્ચિત કરવા
માટે સંગઠન દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી દ્વારા
નગરપાલિકા સ્તરે ભાજપને પ્રચંડ બહુમતી મળે અને ચૂંટણીલક્ષી કામગીરીનું ચોકસાઈપૂર્વક સંચાલન થાય તે હેતુથી જિલ્લાની
મુખ્ય નગરપાલિકાઓમાં ખાસ ઇન્ચાર્જશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા, દામનગર અને બાબરા નગરપાલિકા માટે નિમણૂક પામેલા આ ઇન્ચાર્જશ્રીઓ
આગામી દિવસોમાં પાયાના સ્તર સુધી જઈને ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓ સંભાળશે.
જિલ્લા પ્રમુખ અતુલભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાની જનતામાં રાષ્ટ્રહિત અને વિકાસની રાજનીતિને
લઈને અનેરો ઉત્સાહ છે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા, તેમજ ધારાસભ્યશ્રીઓ મહેશભાઈ
કસવાળા, જે વી કાકડિયા, જનકભાઈ તળાવિયા અને હીરાભાઈ સોલંકીના સબળ નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં પ્રચાર અભિયાન
વેગવંત બન્યું છે.
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે અને કમળ સર્વત્ર
ખીલશે તેવો અતૂટ વિશ્વાસ જિલ્લા ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો છે.

Related Posts