અમરેલી

ધારી માર્કેટીંગ યાર્ડમાં એ.આર.ટી.ઓ દ્વારા ૬૦ જેટલા એગ્રીકલ્ચર વાહનોમાં રેડીયમ રીફ્લેક્ટર લગાડવામાં આવ્યા

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી દ્વારા તારીખ ૧૮/૦૪/૨૦૨૬ શનિવારના રોજ ધારી માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલા ૬૦ જેટલા ટ્રેકટરસનેડાને રેડીયમ રીફલેકટર વિનામૂલ્યે લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ગામડાંઓના રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઇટ ન હોય રાત્રે પસાર થતા ટ્રેકટરટ્રોલીછકડા જેવા વાહનોમાં પણ સાઇડ લાઇટપાર્કીંગ લાઇટ હોતી નથી.  રેડીયમ રીફલેકટર વાહનોમાં લાઇટની માફક કાર્ય કરે છેએગ્રીકલ્ચર વાહનો જેમાં લાઈટ હોતી નથી તે વાહનોમાં રેડિયમ રાત્રે રસ્તાઓ પર જ્યારે વાહન ચાલતું હોય અને રસ્તા પર લાઇટ ના હોય અને વાહનમાં પણ લાઈટ ના હોય ત્યારે અકસ્માતનો ભય રહે છે. જેથી રેડિયમ રિફલેક્ટર લાઇટ તરીકે કાર્ય કરશે અને દૂરથી વાહન દેખાશે વિજિબિલીટીમાં વધારો થતા માર્ગ અકસ્માતો ઘટશે.

એગ્રીકલ્ચર વાહનોમાં રેડીયમ રીફલેકટર લગાવેલા હોય તો માર્ગ અકસ્માતમાં ઘટાડો થઈ શકે. રેડીયમ રીફલેકટર લગાવવાની કામગીરી અમરેલી જિલ્લાના બાકી રહેતા તમામ તાલુકાના APMC ખાતે રેડીયમ રીફલેકટર લગાવવાનાં કેમ્પનું આયોજન  કરવામાં આવ્યું છે અમરેલી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી (ઇન્ચાર્જ)એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts