નથી આ જામ ગાલિબનો,
ન શોખનો કોઈ આરો છે,
અહીં તો પાનખર ને કુંપળોનો સામુહિક જમાવડો છે.
ખખડધજ ઠામમાંયે માનવીની ધીરજ કસોટીએ ચડી,
રસ્તાના જામમાં જોને,
આ આખી જિંદગી અટકી પડી.
–“પાંધી સર”
કહેવાય છે કે ‘બાબુ મોષાય, જિંદગી લાંબી હોવી જોઈએ, મોટી નહીં!’ પણ મુંબઈના ટ્રાફિક જામમાં તો જિંદગી લાંબી પણ લાગે છે અને વણઉકેલાયેલી ગૂંચ જેવી મોટી પણ. તાજેતરમાં મુંબઈના રસ્તા પર એક મહિલાનો જે આક્રોશ ફાટી નીકળ્યો અને તેમણે જે રીતે મંત્રી-સંત્રીઓને ખખડાવ્યા, એ માત્ર એક ‘ગુસ્સો’ નથી, પણ ટ્રાફિકના નામે રોજેરોજ રગદોળાતી માનવીય સહનશક્તિની હદ છે.
વસ્તીનું કીડિયારું અને વાહનોનો માયાવી નાચ
આ ટ્રાફિક જામનું મૂળ તપાસીએ તો સમજાય છે કે એકમ દીઠ જમીન પર માણસોની વધતી સઘનતાએ રસ્તાઓને સાંકડા કરી દીધા છે. આ સમસ્યા રૂપી વૃક્ષની ડાળીઓ એટલે રસ્તા પર દોડતા અગણિત વાહનો. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ કાફલામાં ‘હેત્રોજિનોસીટી’ (વાહન વૈવિધ્ય) એવા પાંદડા સમાન છે, જેમાં શોરૂમમાંથી હમણાં જ નીકળેલી લીલીછમ કુંપળ જેવા નવા નક્કોર વાહનો પણ છે અને બીજી તરફ ખરવાની અણી પર હોય તેવા પીળા પાંદડા જેવા ખખડધજ, જરીપુરાણા વાહનો પણ છે. આ બંનેનો ‘૨૪x૭’ ચાલતો માયાવી નાચ જ્યારે અટકે છે, ત્યારે એ માત્ર રસ્તો બ્લોક નથી કરતો, પણ માણસના લોહીના દબાણને હાઈ કરી દે છે.
*જ્યારે ધીરજ ખૂટે, ત્યારે જામ છૂટે!*
ગાલિબે કદાચ એ ‘જામ’ની કલ્પના કરી હશે જે નશો ચડાવે, *પણ મુંબઈનો આ ટ્રાફિકનો ‘જામ’ તો નશો ઉતારી નાખે તેવો છે.* રસ્તાઓ પર થતો આ સામુહિક અટકાવ ભલભલા સંત પુરુષની સહિષ્ણુતાની આકરી કસોટી કરે છે. પેલી મહિલાનો વટ અને મંત્રી સામેનો ખખડાટ એ બાબતની સાક્ષી પૂરે છે કે હવે જનતા માટે આ ટ્રાફિક માત્ર ન્યુસન્સ નથી રહ્યું, પણ એક ગંભીર સામાજિક બીમારી બની ગયું છે. શું આપણે આ સમસ્યાને સુલઝાવી શકીશું, કે પછી ‘બાબુ મોષાય’ની જેમ આ ટ્રાફિક જામને પણ કોઈ ઓળખી નહીં શકે?
ખાસ કરીને આપણાં ભારત દેશમાં વ્યાપ્ત વીઆઈપી કલ્ચર રાજકીય, સામાજિક અને ધાર્મિક રેલીઓ યોજાય ત્યારે જે બ્લોકેજ જામ સર્જાઈ તેમાં ઘણી વખત ઈમરજન્સી માટે નીકળેલ અનેક જિંદગીઓ સ્વાહા પણ થઈ જાય છે ત્યારે આ બ્લોકેજ હોર્મુઝ સ્ટ્રેટ બ્લોકેજની યાદ પણ અપાવી જાય છે..
અંતમાં પેલા ગુલઝારે લખેલું હિન્દી ઈન રેશમી લંબી સડકો કો……. બ્લોકેજ અર્થાત્ આવા નિરર્થક ટ્રાફિક જામને કારણે જિંદગી શ્ર્વાસ લેવા માટે મારે ગુંગળામણ અનુભવે છે અને ક્યારેક એ જ્વાળામુખી બની ફાટે પણ છે..
એમાંઈ ખાસકરીને મુંબઈ કલકત્તા ચેન્નાઈ દિલ્હી જેવા મહાનગરોમાં આવા ટ્રાફિક જામ એક માનવ સર્જિત શાપ હોય તેવું અવશ્ય લાગે છે

















Recent Comments