પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમા બનતા અનડિટેક્ટ એક્સિડન્ટ તથા ફેટલના ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા સખત સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ અમરેલી જિલ્લામાં બનતા અનડિટેક્ટ એક્સિડન્ટ તથા ફેટલના ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપવામાં આવેલ હોય, જે અનવ્યે ચિરાગ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ-અમરેલી અનવ્યે દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હોય.
*ગુન્હાની વિગત*
આ કામના ફરિયાદી તથા તેમના પિતા તેના હવાલાવાળુ મો.સા. જેના રજી.નં.GJ-14-3304 નું લઇને કુંકાવાવથી શીહોર તરફ જતા તે દરમ્યાન ચીતલથી આગળ અજાણ્યા ફોરવ્હીલ ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી માણસોની જીંદગી જોખમાય એ રીતે ચલાવી ફરીયાદીના મો.સા. સાથે ભટકાવી અકસ્માત કરી ફરીયાદીના પિતાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી નાચી ગયેલ જે બાબતે અમરેલી તાલુકા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૬૦૧૯૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ હોય.
જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.કે.જાડેજા નાઓએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગત્યના જંક્શન તથા ચેકપોસ્ટ તથા રસ્તાઓ ઉપર “EAGLE EYE PROJECT-1′ અંતર્ગત CCTV કેમેરા લગાવવામાં આવેલ જેની મદદથી તથા પો.કોન્સ. દેવાયતભાઇ ભેડા તથા હાજુભાઇ ભાદરકા તથા અક્ષયરાજસિંહ ગોહીલ નાઓની ચોક્કસ બાતમી આધારે અજાણ્યા વાહન ચાલકને પકડી પાડી સદરહુ અનડિટેક્ટ એક્સિડન્ટનો ગુન્હો ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવામાં આવેલ છે
*પકડાયેલ આરોપીની વિગત*-
સુરેશભાઈ બાલાભાઇ વાઘેલા, રહે.ટીંબા, તા.જિ.અમરેલી (ફોરવ્હીલ ગાડી જેના રજી.નં.GJ-05-CK-1243 નો વાહન ચાલક)
*સદરહુ કામગીરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજા નાઓની રાહબરી હેઠળ અમરેલી તાલુકા પો.સ્ટે.ના એ.એસ.આઇ. જી.બી.લાપા તથા હેડ કોન્સ.અજીતદાન ગઢવી તથા પો.કોન્સ.ઉદયભાઇ મેણીયા તથા પો.કોન્સ અક્ષયરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ.દેવાયતભાઇ ભેડા તથા પો.કોન્સ.હાજુભાઇ ભાદરકા તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામા આવેલ છે*

















Recent Comments