સાવરકુંડલાના સર્વાંગી વિકાસને નવી ગતિ અને નવી ઊંચાઈ આપવાના સંકલ્પ સાથે વોર્ડ નં. ૨ અને ૩ના ભારતીય જનતા પાર્ટીના
જનસમર્થનમાં શિવાજી નગર વિસ્તારમાં ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જાહેર સભામાં સાવરકુંડલાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિકાસલક્ષી
કાર્યોની વિસ્તૃત માહિતી આપી અને ભવિષ્યમાં વધુ ઝડપી વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી કસવાલાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “સાવરકુંડલાની જનતાની લાગણી એ મારો સંકલ્પ છે, અને આ સંકલ્પને
નવાઈ નહીં પરંતુ સત્ય અને સ્વચ્છ વિકાસમાં પરિવર્તિત કરવો એ મારો ધ્યેય છે.”
તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો સ્પષ્ટ જવાબ જનતા સામે છે
અને ખોટી રાજનીતિ કરનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે.
આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાઓ, મહિલાઓ તથા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં
ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો અને ભાજપને વધતું જનસમર્થન સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયું હતું.
આ જાહેર સભા સાવરકુંડલાના વિકાસ માટે ભાજપની પ્રતિબદ્ધતાનો મજબૂત સંદેશ આપતી સાબિત થઈ હતી.
શિવાજી નગરમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થન જાહેર સભા યોજાઈ

















Recent Comments