ભાવનગર

તળાજા તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મે ના રોજ યોજાશે

રાજ્ય સરકારનાં આદેશ અનુસાર માહે મે-૨૦૨૬ નો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૬
ને મંગળવારના રોજ સવારનાં ૧૧-૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ
અધ્યક્ષશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ભાવનગરના અધ્યક્ષ સ્થાને ગ્રામ્ય કે તાલુકા કક્ષાનાં પ્રશ્નોનો નિકાલ કરવા
માટે રાખવામાં આવેલ છે.
અરજદાર પાસેથી તા.૧૫/૦૫/૨૦૨૬ સુધીમાં આધાર પુરાવા તથા પોતાના પુરા નામ-સરનામા અને
મોબાઈલ નંબર સાથે અરજી મંગાવવામાં આવે છે. પ્રશ્ન રજુ કરવા માટે જે તે અરજદારે “તાલુકા સ્વાગત ફરીયાદ
નિવા૨ણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ મામલતદારશ્રી, તળાજાને અરજી કરવાની રહેશે.
આ કાર્યક્રમમાં અરજી રજુ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ સંબંધિત કચેરીને અરજી કરેલી હોવી જોઇએ
અને તે અનિર્ણિત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ હાજર ૨હી એક જ વિષયને લગતી રજુઆત કરી
શકાશે. સામુહિક રજુઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર-નીતી વિષયક તથા કોર્ટ મેટર સિવાયના
પડતર પ્રશ્નો/અરજીઓ સ્વીકારવામાં આવશે જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે. તેમ મામલતદારશ્રી
તળાજા ની યાદીમાં જણાવાયું છે.

Related Posts