તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર -દિહોરના વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગુણાંક સાથે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.શાળાના કુલ 16 વિદ્યાર્થીઓમાંથી 16 વિદ્યાર્થી પાસ થતા શાળાનું પરિણામ 100 ટકા આવેલ છે.જેમાં સાટિયા પિયુષ રામભાઈએ 98.40 PR સાથે શાળામાં પ્રથમ ક્રમાંક,મોભ ધાર્મિક જગુભાઈએ 97.18 PR સાથે બીજો નંબર અને મેર વિશાલ વાલાભાઈએ 96.72 PR સાથે ત્રીજો નંબર મેળવી જવલંત સિદ્ધિ મેળવી છે.જે બદલ શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવેલ છે. આ સાથે ઉલ્લેખનીય છે કે તત્વજ્ઞાન વિષયમાં કુલ 3 વિધાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. આ સાથે શાળાના કુલ 16 વિધાર્થીઓ પૈકી 9 વિધાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.ગ્રામ્ય કક્ષાએ સામાન્ય પ્રવાહમાં શાળાનું પરિણામ દર વર્ષે શ્રેષ્ઠ આવે છે.
ગણેશ શાળા ટીમાણા સંચાલિત વિવેકાનંદ વિદ્યામંદિર- દિહોરના વિદ્યાર્થીઓએ આર્ટસ ક્ષેત્રે મેળવેલ જ્વલંત સફળતા














Recent Comments