જ્યાં જરૂરત હોય ત્યાં હરદમ અડીખમ હોય છે,
આ જસરાજ સેના છે, અહિંયા બસ સેવાની સરકાર છે.
રથ પણ સેવા તણો છે
અને ભક્તિ રૂપી મશાલ છે.
માનવતા કાજે જ વિરદાદાના સૈનિકો ખુશહાલ છે.
–“પાંધી સર”
સાવરકુંડલા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર અને લોકસેવામાં ‘૧૦૮’ તરીકેની ઓળખ ધરાવતી સંસ્થા ‘શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ’ દ્વારા તાજેતરમાં સાવરકુંડલાના DYSP શ્રી વિરલ ચંદન સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન સંસ્થાના સભ્યો દ્વારા સાહેબનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિવિધ માનવતાવાદી સેવાઓ જેવી કે, ચોવીસ કલાક કાર્યરત એમ્બ્યુલન્સ સેવા, અંતિમ યાત્રા માટે શાંતિ રથ, દર ગુરુવારે જલારામ મંદિરે પીરસવામાં આવતો કઢી-ખીચડીનો પ્રસાદ તેમજ ઈમરજન્સીમાં પૂરી પાડવામાં આવતી બ્લડ સેવાની વિગતવાર માહિતી સાહેબને આપવામાં આવી હતી. DYSP શ્રી વિરલ ચંદન સાહેબે સંસ્થાની આ નિઃસ્વાર્થ કામગીરીને બિરદાવી હતી.
આ શુભેચ્છા મુલાકાત અને સન્માનના કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ હિતેષભાઈ સરૈયા, લોહાણા મહાજન મંત્રી હાર્દિકભાઈ ખીમાણી, મયુરભાઈ પોપટ, દિનેશભાઈ કારિયા (LIC), આનંદભાઈ વણઝારા, સુજયભાઈ ખીમાણી, હાર્દિકભાઈ અઢિયા તેમજ હાર્દિકભાઈ રવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.














Recent Comments