અમરેલી

લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રેક્ટર સહિતના ૫૦ વાહનોને રેડિયમ પટ્ટા લગાવવાની કામગીરી

 સમગ્ર જિલ્લામાં આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે. ગતરોજ લાઠી માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રેક્ટર સહિતના ૫૦ વાહનોને રેડિયમ પટ્ટા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.  જિલ્લામાં તમામ તાલુકા એ.પી.એમ.સી ખાતે રેડિયમ પટ્ટા લગાવવા અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

લાઠી ખાતે એપીએમસીમાં આવતા વાહનો જેમ કે, ટ્રેકટર, સનેડા, ટ્રેલર, છકડા સહિતના વાહનોને વિનામૂલ્યે સાઈડમાં પીળા તેમજ લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ગામડાના રસ્તાઓમાંથી વાહન પસાર થાય છે ત્યારે ગામડામાં નાના રસ્તાઓમાં લાઈટ આવેલ ન હોય અને ટ્રેલર, છકડો, સનેડામાં પાછળની બાજુએ લાઈટ આવેલ ન હોય, પાછળથી વધુ ઝડપથી આવતા વાહનોને આવા વાહનો ન દેખાતા હોય અકસ્માત સર્જાય છે. આ કામગીરીનો હેતુ સંભવિત અકસ્માત નિવારણનો છે તેમ અમરેલી એ.આર.ટી.ઓ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts