ભાવનગર જિલ્લાના પી. એમ. શ્રી મોડેલ સ્કૂલ, સિદસર ખાતે ધોરણ-૧૦ની માર્ચ-૨૦૨૬ની એસ.એસ.સી.
પરીક્ષાનું પરિણામ શાનદાર રીતે ૧૦૦% જાહેર થયું છે. શાળાના કુલ ૧૦૮ વિદ્યાર્થીઓમાંથી ૧૦૮ વિદ્યાર્થીઓ પાસ
થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે.
આ પરિણામમાં શાળાના ૧૪ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૩૨ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરી ઉત્તમ સિદ્ધિ
નોંધાવી છે.
પરિણામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં (૧) સંજય બટુકભાઈ ચૌહાણ – PR 99.87 (૨) પારસ
લક્ષ્મણભાઈ ગોહિલ – PR 98.82 (૩) પ્રદીપ ચંદુભાઈ ચૌહાણ – PR 98.50 વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સફળતા મેળવી છે.
ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ તમામ વિદ્યાર્થીઓએ કોઈ પણ પ્રકારના ખાનગી ટ્યુશન કે કોચિંગ વિના,
માત્ર સરકારી પી. એમ. શ્રી મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ સમગ્ર સફળતા શાળાના આચાર્યશ્રી ડો. પ્રકાશભાઈ રાઠોડ (શિક્ષણ સેવા વર્ગ-૨) ના માર્ગદર્શન તથા
શિક્ષકમંડળની સતત મહેનતનું પરિણામ છે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ શાળાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ તથા તમામ
વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને શાળાની સિદ્ધિને સરાહનીય ગણાવી છે.
પી. એમ. શ્રી મોડેલ સ્કૂલ સિદસર દ્વારા આ પરિણામ બદલ તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકમંડળનો
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


















Recent Comments