દામનગર યાત્રાધામ શ્રી ભુરખીયાધામની પાવન ધરા પર પધારી રહ્યા છે ધર્મ ધ્વજ પ્રચારક, સનાતન વૈદિક સંસ્કૃતિના ઉપાસક પરમ વંદનીય જગતગુરૂ શંકરાચાર્ય પૂજ્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ની પધરામણી થશે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય આપ સૌ ધર્મપ્રેમી ભાવિક ભક્તોને જણાવતા આનંદ થાય છે કે,
આગામી તા.૧૭/૫/૨૦૨૬ ને રવિવારના રોજ સાંજના ૬:૦૦ કલાકે શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે અનંતશ્રી વિભૂષિત પશ્વિમ્નાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય પૂજય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પધારી રહ્યા છે. સાંજે ૬: ૦૦ કલાકે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક સ્વામીજીના સામૈયા કરીશું જેમા આપ સૌને શ્રધ્ધાળુ ભાવિકો એ પધારવા જાહેર આમંત્રણ છે. આ અમૂલ્ય અવસરે પૂજ્ય સ્વામીજીના કરકમળો દ્વારા શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર નવનિર્માણના સંભવિત મોડેલનું અનાવરણ કરવામાં આવશે. પૂજ્યપાદ સ્વામીજીના દર્શન, વંદન અને આશીર્વાદનો દુર્લભ લાભ લેવા તેમજ આ દિવ્ય ઘડીના સાક્ષી બનવા આપ સૌને પધારવા ભાવભર્યુ આમંત્રણ છે. તા.૧૭/૫/૨૦૨૬, રવિવાર, સાંજના ૬ : ૦૦ કલાકે સ્થળ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ મુ.ભુરખીયા, તા.લાઠી, જી.અમરેલી દ્વારા નિમંત્રક શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સમસ્ત પૂજારી પરિવાર શ્રી ભુરખીયા તમામ ગ્રામજનો અનુરોધ કરાયો
Click to teach Gmail this conversation is not important


















Recent Comments