મૂલ્યો તણી સુવાસથી આંગણ મહેકી ગયું,
પરિશ્રમનું આ પુષ્પ આજે થોરડીમાં ખીલી ગયું.
હશે ભલેને સીમાડા પણ ઉડાન
છે આસમાની,
શાળાનું નામ આજે જગતમાં
ગાજી ગયું.
–“પાંધી સર”
લોક સેવક સંઘ સંચાલિત લોકવિદ્યા મંદિર, થોરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ વર્ષ 2026ના બોર્ડ પરિણામોમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. શાળાના વિદ્યાર્થીઓએ કેવળ પરીક્ષામાં જ નહીં, પરંતુ ગ્રામીણ શિક્ષણ જગતમાં પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ધોરણ-12 (સામાન્ય પ્રવાહ): આર્ટસ અને કોમર્સ વિભાગનું પરિણામ 100% રહ્યું છે. જેમાં રાઠોડ તૃષા એસ. પ્રથમ નંબરે, ભાલિયા હિરલ જે. દ્વિતીય નંબરે અને મુંધવા તેજલ વી. તથા વેગડા મોનીકા એસ. એ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ધોરણ-10: માધ્યમિક શાળાનું પરિણામ પણ પ્રશંસનીય રીતે 89% રહ્યું છે. જેમાં જાદવ અર્ષિતા પી. એ પ્રથમ દ્વિતીય વાઘ અમીષા બી અને તૃતીય વાવડીયા પાયલ બી. એ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.
શ્રી નિવાસી અંધ વિદ્યાલય અને લોકવિદ્યા મંદિરના સંયુક્ત પ્રયાસો તથા ગાંધીવાદી વિચારો અને મૂલ્યોને જાળવતી આ લોકશાળા પદ્ધતિએ સાબિત કર્યું છે કે મક્કમ નિર્ધાર અને યોગ્ય માર્ગદર્શન હોય તો ગ્રામ્ય વિસ્તારમાં પણ શ્રેષ્ઠ શિક્ષણ શક્ય છે. આ ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને વાલીઓએ તમામ વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
https://meet.google.com/call?authuser=0&hl=en&mc=KAIwAZoBFDoScGludG9fNmlnZDV5dTJmbzlxogE7GgIQADICUAA6AhABSgQIARABWgIIAGoCCAFyAggBegIIAogBAZIBAhABmgEEGAEgAKIBAhAA4gECCACyAQcYAyAAKgEwwgECIAHYAQE&origin=https%3A%2F%2Fmail.google.com&iilm=1778334649762


















Recent Comments