અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ ધો.૧૦, ધો. ૧૨ તથા સ્નાતક, બ્યૂટીશિયન, હેર ડ્રેસર (ધો.૧૦-કોમ્પ્યુટર નોલેજ) અને બ્યૂટીપાર્લરનો કોર્ષ કરેલ હશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. કેશિયર-બી.કોમ, એમ.કોમ, સ્ટોક મેનેજર, ફ્લોર મેનેજર-બીબીએ, એમ.બી.એ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ તા.૧૫.૦૫.૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પ્રથમ માળ, બહુમાળી ભવન, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.










Recent Comments