અમરેલી

અમરેલીમાં તા.૨૧ મેના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર આલ્ફા ઓટોલીંક પ્રા.લી માટે ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ સ્નાતક, ડિપ્લોમાં મેકેનિક, ટેકનિકલ, આઇ.ટી.આઈ, ટેલી (અનુભવ ૦-૩) વર્ષની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ તા.૨૧.૦૫.૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આલ્ફા ઓટોલીંક (નેક્સા) લાઠી રોડ, નવનીત પેટ્રોલપંપની બાજુમાં, અમરેલી ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.

આ ભરતી મેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઈચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજિસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup  પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેરના મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકશે. આ ચોક્કસ ભરતીમાં અનુબંધમ વેબપોર્ટલ પર જે ઉમેદવારનું રજિસ્ટ્રેશન ન કરેલું હોય તે પણ ભાગ લઈ શકશે.

વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts