અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે બાબરા તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુકની આવશ્યકતાઃ તા.૨૫ મે સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  બાબરા તાલુકાના,ખાખરીયા પ્રાથમિક શાળા કેન્દ્ર નં ૧૯, ખિજડીયા કોટડા પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૨૧, થોરખાણ પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૩૩, નોંઘણવદર પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૪૧. હાથીગઢ પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૬૭માં   સંચાલક-કમ-કુકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.

ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા સામાન્ય ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી, ગેરલાયક ઠર્યા હોય તેમણે અરજી ફોર્મ ભરવા નહિ.

જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન બાબરા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ મેળવી લેવું. જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા.૨૫ મે, ૨૦૨૫ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી, બાબરાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.

આ સાથે જરૂરી પુરાવા અંગેની તમામ દસ્વાતેજી વિગતો ઝેરોક્સ કોપીમાં સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે. વધુ માહિતી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) મામલતદાર કચેરી, બાબરાનો સંપર્ક કરવો તેમ મામલતદારશ્રી, બાબરાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts