ઘોઘા તાલુકામાં કેન્દ્ર નં.૨૮, ૫ડવા કે.વ. શાળા તથા કેન્દ્ર નં.૨૯, મોરચંદ કુમાર શાળા ૩૬-વાલેસપુર
પ્રાથમિક શાળા તથા ૬૮-દિહોરાવાડી પ્રાથમિક શાળા (કરેડા) માં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) ચલાવવા માટે
સંચાલકોની ભરતી કરવા સારૂ ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર
ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઓછામાં ઓછુ ઘોરણ-૧૦ પાસ તથા વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ અને ૫૫ વર્ષથી
ઓછી હોવી જોઇશે.
વિઘવા, ત્યકતા તથા સ્ત્રી ઉમેદવારો, આર્થિક રીતે પછાતવર્ગના ઉમેદવારો તથા સ્થાનિકને પસંદગીમાં
અગ્રતા આપવામાં આવશે.
સંચાલકનાં અરજી ફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેરરજાનાં દિવસો સિવાય) મામલતદાર કચેરી, ઘોઘા
ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ તેમનાં અરજીફોર્મ જાહેરાત પ્રસિધ્ધ થયાની તારીખથી તા.૨૫/૦૫/૨૦૨૬ સુધીમાં
જરૂરી આધારો સાથે મામલતદાર કચેરી, ઘોઘાને મોકલી આપવાનાં રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી
સ્વીકારવામાં આવશે નહી તેમ મામલતદારશ્રી ઘોઘાની યાદીમાં જણાવાયું છે.
ઘોઘા તાલુકામાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો.) કેન્દ્રોમા સંચાલકોની ભરતી કરાશે













Recent Comments