આગામી તા.૨૫/૦૬/૨૦૨૬ તથા તા.૨૬/૦૬/૨૦૨૬ના રોજ મહોરમ/તાજીયાનો તહેવાર દરમ્યાન
ભાવનગર શહેરમાં કેટલાક રસ્તાઓ ઉપર ટ્રાફીક નિયમન કરવું જરૂરી હોય, જેથી આ રસ્તાઓ ઉપર
તા.૨૫/૦૬/૨૦૨૬ના કલાક ૧૮:૦૦ થી તા.૨૬/૦૬/૨૦૨૬ સુધી એકમાર્ગીય માર્ગો અંગે સુધારા જાહેરનામું બહાર
પાડવું જરૂરી જણાતાં ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ સત્તાની રૂએ
ભાવનગર, શહેરના કેટલાંક રસ્તાઓને તા.૨૫/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮:૦૦ થી તા.૨૬/૦૬/૨૦૨૬ સુધી
એકમાર્ગીય જાહેર કર્યાં છે.
જાહેરનામાં અનુસાર, એક માર્ગીય રસ્તાઓ
- ભાવનગર શહેરના હેરીસ રોડના નાકાથી શેલારશા ચોક, સંઘેડીયા બજાર થઈને અલકા ટોકીઝ સુધી.
- અલકા ટોકીઝથી વડવા તલાવડી ચોક થઈ ચાવડી ગેટથી બાપુની વાડી પાવર હાઉસ સુધી.
- વાસણ ઘાટથી શેલારશા ચોક અને મીની ગેસ્ટ હાઉસ સુધી.
- ખારગેટ ચોકથી મામાકોઠા અને બાર્ટન ચોકથી હલુરીયા ચોક સુધી.
- સંતકંવરરામ ચોકથી કેસરબાઈની મસ્જીદ થઈ હલુરીયા ચોક સુધી.
- એસ.પી. કચેરી સામે રોડથી નવાપરા રણવીર હનુમાનજી મંદિર થઈ મનહરકુંવરબા રાજપુત છાત્રાલય સુધી,
- જોગીવાડની ટાંકીથી રૂવાપરી રોડ બાર્ટન લાયબ્રેરી ચોક સુધી.
- ખડપીઠ મોર્ડન સર્વીસ સ્ટેશનથી નવાપરા ચોક, એસ.પી. કચેરી રોડ રણવીર હનુમાનજી મંદિર સુધી.
- શેલારશા ચોકથી આંબાચોક હેરીસ રોડના નાકા સુધી સંપુર્ણ વાહન વ્યવહાર બંધ.
- પારસીની અગીયારીથી મનહરકુંવરબા રાજપુત છાત્રાલય સુધી.
- દિપક ચોકથી વીમાના દવાખાના સુધી, તાજીયાના રૂટ પર સામેથી મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા
આવશ્યક સેવા અંગેના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને
પાત્ર થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.
















Recent Comments