અમરેલી ડિસ્ટ્રીક્ટ ક્રાઈસીસ ગ્રુપના ચેરપર્સન અને જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં કાર્યરત ગેસ અને કેમિકલ કંપનીઓના આપત્તિ વ્યવસ્થાપન સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સભ્ય સચિવ અને નાયબ નિયામકશ્રી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય જુનાગઢ દ્વારા ડિસ્ટ્રીક્ટ ક્રાઇસીસ ગ્રુપના હેતુ તેમજ બેઠકના એજન્ડા વિશે માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં (MAH) મેજર એક્સીડેન્ટ હેઝાર્ડ અંતર્ગત આવતી કંપનીઓએ રાખવાની થતી આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં બાબરાની એક, અમરેલીની એક અને રાજુલા પીપાવાવ વિસ્તારમાં કાર્યરત કુલ ૦૬ કંપનીઓના અગ્નિશમન, રેસ્ક્યૂ અને ઉપકરણોની તૈયારીઓ અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આપત્તિની સ્થિતિમાં પ્રથમ રિસ્પોન્સ બાદ વહીવટી તંત્રને જાણ કરવાની તેમજ સ્થાનિક કક્ષાએ સંક્લન સાઘવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ કંપનીના પ્રતિનિધીશ્રીઓ પાસેથી તેમની વ્યવસ્થાઓની માહિતી મેળવી અને તેમને સ્થાનિક કક્ષાએ પ્રાંત અધિકારીશ્રી સાથે સંક્લન જાળવવા માટે દિશા નિર્દેશ આપ્યા હતા.
આ બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન, ફાયર, પોલીસ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, સિંચાઈ, પી.જી.વી.સી.એલ, ખેતીવાડી, જી.આઇ.ડી.સી સહિત વિભાગના અધિકારીશ્રીઓ અને વિવિધ કંપનીઓના પ્રતિનિધીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.













Recent Comments