તળાજા તાલુકાના પ્રાથમિક શાળામાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) મા (૧) કેન્દ્ર નં.૩૪
શ્રી તરસરા પ્રા.શાળા (૨) કેન્દ્ર નં. ૪૫ શ્રી દેવળિયા પ્રા.શાળા (૩) કેન્દ્ર નં. ૫૯ શ્રી પ્રતાપરા પ્રા.શાળા (૪) કેન્દ્ર
નં.૯૭ શ્રી માખણિયા પ્રા.શાળા (૫) કેન્દ્ર નં.૧૦૭ શ્રી રાતાખડા પ્રા.શાળા (૬) કેન્દ્ર નં. ૧૧૦ રેલિયા પ્રા.શાળા (૭) કેન્દ્ર
નં. ૧૪૨ શ્રી તળાજા-૨ કે.વ.શાળા (કન્યા શાળા) અને (૮) કેન્દ્ર નં. ૧૪૫ શ્રી પ્રતાપરા વાડી પ્રા.શાળા ઉપર તદન
હંગામી ધોરણે સંચાલકની ખાલી પડેલ જગ્યા ભરવા માટે સ્થાનિક અરજદારો પાસેથી જ અરજીઓ મંગાવવામાં આવે
છે. આ ઉમેદવારની ઉંમર મર્યાદા ૨૦ વર્ષ થી ૫૫ વર્ષ તથા શૈક્ષણીક લાયકાત ઓછામાં ઓછુ ધોરણ ૧૦(દસ) પાસ
માન્ય રહેશે, વિધવા અને ત્યકતા તથા મધ્યાહન ભોજન યોજનાના અનુભવી ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
અરજી ફોર્મ રૂબરૂ અરજદાર જાહેર રજાના દિવસો સિવાય મામલતદાર કચેરી, રોયલ ચોકડી, તળાજા ખાતેથી
તા.૩૦/૦૫/૨૦૨૬ સુધીમાં (રજા સિવાય) સવારનાં ૧૧-૦૦ થી સાંજના ૪-૦૦ કલાક સુધીમાં મેળવી પરત કરવાનું
રહેશે. અધુરી વિગતવાળી તેમજ સમયમર્યાદા બહારની રજુ થયેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી તેમ
મમલતદારશ્રી, તળાજાની યાદીમાં જણાવાયુ છે.
તળાજા તાલુકાના પ્રાથમિક શાળાઓમાં પી.એમ.પોષણ યોજના સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ ઉપર અરજીઓ મંગાવાઇ












Recent Comments