જે કહે છે એ સઘળું
કરીને એ બતાવે છે સદા,
એટલે તો લોકદિલમાં
એ વસે છે જે.વી. કાકા.
રાજ હો કે ખેલનું મેદાન,
ચમકે છે સદા,
દીર્ઘાયુ હો, પ્રગતિના
સર કરે એ જ છે દુઆ.
–“પાંધી સર”
ધારી-બગસરા વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયાનો આજે જન્મદિવસ હોઈ, સમગ્ર ગુજરાત રાજ્યમાંથી તેમના ચાહકો, સમર્થકો અને કાર્યકરો દ્વારા તેમને સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળીને ખોબલે-ખોબલે જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
મૂળ ચલાલા જેની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ છે, તેવા શ્રી જે.વી. કાકડિયા કિશોર અવસ્થાથી જ રમતગમતના ભારે શોખીન રહ્યા છે. વહેલી સવારે પાંચ વાગ્યે ઉઠીને ચલાલા ખાતે આવેલ અખાડામાં દોડ, ખેલ-કૂદ અને ફેંક જેવી વિવિધ રમતોની આકરી પ્રેક્ટિસ કરીને તેઓ આજે પણ શરીરને ચુસ્ત અને ફિટ રાખે છે. માધ્યમિક શાળાના સમયથી જ તેમનામાં નેતાગીરીના ગુણો છલકાતા હતા. હાયર સેકન્ડરી શિક્ષણ દરમિયાન તેમણે શાળાના જી.એસ. (જનરલ સેક્રેટરી) તરીકે પણ સફળ ફરજ બજાવી હતી. રમતગમત ક્ષેત્રે તેમણે ‘જેવેલિયન થ્રો’ (બરછી ફેંક)માં જુનિયર વિભાગના શિયાળુ રમતોત્સવમાં ગુજરાત રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ચલાલા જ નહીં, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું હતું.
શ્રી જે.વી. કાકાના જન્મદિવસના આ વિશેષ અવસરે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર અને તેમના બાળગોઠિયા શ્રી બિપીનભાઈ પાંધીએ જૂની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે, ધોરણ-૯ ના અભ્યાસ દરમિયાન ચલાલા ખાતે ‘મૂળી માની જગ્યા’ પર દર ગુરૂવારે યોજાતી જલારામ બાપાની ધૂનનું વોલ્યુમ પરીક્ષાના સમયે ઓછું રાખવા માટે તેમણે એક ધગધગતો જાહેર ખુલ્લો પત્ર લખ્યો હતો. એ સમયે ‘ઝરૂખા મંડળ’ના સભ્યોના વલણ સંદર્ભે પણ શહેરમાં ખાસ્સી ચર્ચા જાગી હતી, જે યાદો આજે પણ સ્મૃતિપટ પર ચિરંજીવ છે.
રાજકીય સફર અને લોકપ્રિયતા
પોતાની રાજકીય કારકિર્દીના પ્રારંભમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) માં સામેલ થઈને લોકસેવાના કાર્યો આગળ ધપાવ્યા છે. ‘ખોટી વાતો નહીં, જે કહે તે કરી બતાવે’ એવી મક્કમ છાપ ધરાવતા જનપ્રિય નેતા જે.વી. કાકાને તેમના જન્મદિને ઈશ્વર તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવન અર્પે તેમજ તેઓ પ્રગતિના તમામ શિખરો સર કરે તેવી મંગલ કામનાઓ સેવાઈ રહી છે.

















Recent Comments