સત્ય જો કડવું બને
તો પણ કહેવું જોઈએ,
વાણીનું સ્વાતંત્ર્ય લોકતંત્રમાં શ્ર્વાસે શ્ર્વાસે રહેવું જોઈએ.
સોશિયલ મીડિયા પર કેમ વહે છે આજ સાચી વેદના?
દર્પણ બનીને મીડિયાએ પણ હવે જીવવું જોઈએ.
–“પાંધી સર–“
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં પત્રકારત્વ એક મોટા પરિવર્તન અને કસોટીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. બુદ્ધિજીવી વર્ગમાં આજે એ સવાલ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે કે શું વર્તમાન સમયમાં ‘સત્ય’ અને ‘મધુરતા’ બંને એક સાથે સંભવી શકે ખરાં? લોકતંત્રના ચોથા સ્તંભ ગણાતા મીડિયાની જવાબદારી માત્ર સનસનાટીપૂર્ણ અહેવાલો આપવાની નથી, પરંતુ સમાજને અને ખાસ કરીને દેશના યુવાધનને સાચી દિશા આપવાની છે. જો મીડિયા સકારાત્મક, પ્રેરણાદાયી અને વિજ્ઞાન કે સામાજિક સેવા જેવા વિષયોને મહત્વ નહીં આપે, તો દેશનો યુવાન નકારાત્મક ટ્રેન્ડ્સ તરફ આકર્ષિત થઈ જશે.
બીજી તરફ, લોકશાહીના મૂળ સમાન વાણી સ્વાતંત્ર્ય અને વિચારોની અભિવ્યક્તિનું સ્થાન આજે ધીમે-ધીમે લુપ્ત થતું જતું હોય તેવો અહેસાસ સામાન્ય જનમાનસને થઈ રહ્યો છે. મુખ્ય પ્રવાહના માધ્યમોમાં જ્યારે સામાન્ય માણસની સમસ્યાઓને પૂરતું સ્થાન નથી મળતું, ત્યારે લોકો પોતાની વ્યથા, પીડા અને સાચી વાસ્તવિકતા રજૂ કરવા માટે સોશિયલ મીડિયાનો આશરો લઈ રહ્યા છે. ઘણી વખત પરંપરાગત અખબારો કે ન્યૂઝ ચેનલો કરતાં સોશિયલ મીડિયા પર લોકોને વધુ સચોટ અને ગ્રાઉન્ડ રિયાલિટીની માહિતી મળી રહી છે. લોકશાહીની ગરિમા જાળવવા માટે પત્રકારત્વમાં ફરી એકવાર સકારાત્મકતા અને જનતાના સાચા અવાજને સ્થાન આપવું અનિવાર્ય બન્યું છે.જે થોડેઘણે અંશે ઘટતું જઈ રહ્યું છે?
ન્યૂઝ પેપર, વ્યૂઝ પેપર, એબ્યુઝ પેપર યલો જર્નાલીઝમ, ગોદી મિડિયા, જર્નાલીઝમ ઓફ કરેજ
આ શબ્દો તેના અર્થો અને સંદર્ભ સમજવા જરૂરી છે…
આમ ગણીએ તો માધ્યમોનો “ડર” રહ્યો નથી એ પણ હકીકત છે.અને ” બોખા માધ્યમો” તો સરકારી માહિતી પ્રસારણ સિવાય બીજું કરી પણ શું શકે.?
ખુદ ” સુપ્રીમ કોર્ટ” ની સૂચનાઓ અનુસરાતી નથી.!
એમાં માધ્યમોએ શું રોવુ?
એક જ સ્તંભ ” લટકી” રહ્યો છે.તે ” મતદાન” નો અધિકાર.
સાચે કે ખોટે આનાથી જ શાસક ડરે છે.
ત્યાં સુધી લોકશાહી ” ક્રિટકલ કેરમાં” છે પણ ” મૃત” જાહેર નથી કરી શકાતી.
આશા રાખીએ કે તે ફરી તેની ” ધીંગી તંદુરસ્તી પ્રાપ્ત કરે.આપનું શું મંતવ્ય છે?

















Recent Comments