પાલિતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામના કુલદિપસિંહ બી વાળાએ અમદાવાદના ગુજરાત વિધાપીઠ ખાતે દેશના વિવિધ રાજ્યોના ખેલાડીઓ વચ્ચે યોજાયેલ નેશનલ ચેમ્પિયનશિપની ટ્રાયથલે સ્પર્ધામાં તેમના કોચ અંકુરસિંહના માર્ગદર્શન હેઠળ સુંદર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં ત્રણ કિમી દોડ અને ૨૦૦ મીટર સ્વીમીંગ તેમજ શૂટિંગ પણ કરવાનું હોય છે તેમાં મેડલ મેળવનાર કુલદિપસિંહ બી વાળા આગામી સમયમાં આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે.


















Recent Comments