ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય
યોજના’ (વિધવા સહાય યોજના) હેઠળ લાભ મેળવનાર તમામ બહેનો માટે હયાતીની ખરાઈ (Life Verification)
કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યોજનાનો લાભ સતત મળતો રહે તે માટે તમામ લાભાર્થી બહેનોએ તા.
૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધીમાં હયાતીની ખરાઈ ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે.
મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા જણાવાયું છે કે, યોજનાના લાભાર્થીઓને મળતી માસિક રૂ. ૧૨૫૦ની
આર્થિક સહાય અવિરત ચાલુ રહે તે માટે સમયમર્યાદામાં વેરિફિકેશન પૂર્ણ કરવું આવશ્યક છે. નિયત સમયગાળા
દરમિયાન હયાતીની ખરાઈ નહીં કરાવનાર લાભાર્થીઓનો લાભ બંધ થઈ શકે છે.
લાભાર્થી બહેનો ઘરે બેઠા પોતાના મોબાઇલ ફોન દ્વારા અથવા નજીકની સરકારી કચેરીઓની મદદથી
સરળતાથી હયાતીની ખરાઈ કરાવી શકે છે.
ઘરે બેઠા વેરિફિકેશન કરવાની પ્રક્રિયા
∆ લાભાર્થીએ સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પરથી ‘Aadhaar Face RD’ એપ્લિકેશન ડાઉનલોડ કરવી.
∆ ત્યારબાદ ‘Beneficiary Satyapan (BSA)’ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવી.
∆ એપ્લિકેશનમાં આધાર કાર્ડ નંબર અને આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર દાખલ કરીને OTP
મારફતે નોંધણી કરાવવાની રહેશે.
∆ ત્યારબાદ ‘Gujarat Govt Scheme’ વિકલ્પ પસંદ કરી Face Authentication દ્વારા લાઇવ સેલ્ફી વેરિફિકેશન
પૂર્ણ કરી શકાશે.
અન્ય માધ્યમો દ્વારા વેરિફિકેશનની સુવિધા
∆ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ પોતાના ગામના VCE (Village Computer Entrepreneur)નો સંપર્ક કરી
શકે છે.
∆ તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાની કામગીરી સંભાળતા કોમ્પ્યુટર
ઓપરેટરની મદદ મેળવી શકાશે.
∆ જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરીને પણ વેરિફિકેશન કરાવી શકાશે.
જરૂરી દસ્તાવેજો
હયાતીની ખરાઈ માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઇલ નંબર તથા લાભાર્થીની ઉંમર ૫૦
વર્ષથી ઓછી હોય તો પુનઃલગ્ન કર્યા નથી તે અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે.









Recent Comments