અમરેલી

જિલ્લામાં જૂની મોટર સાયકલ, સ્કૂટર, જૂના થ્રી વ્હીલ,  ફોર વ્હીલ વાહનો વેચનાર કે ખરીદનારે નિયત નમુનામાં રજિસ્ટર નિભાવવું

સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ હુકમ સમગ્ર અમરેલી જિલ્લામાં લાગુ પડશે.

કોઈપણ જૂની મોટરસાયકલસ્કુટરકે જૂના થ્રી વ્હીલફોર વ્હીલ વાહનો વેચનાર વ્યક્તિએ તેમજ ખરીદનાર વ્યક્તિએ કોલમ વાઈઝ વેચનારનું નામ,સરનામું અને વેચવાનું કારણખરીદનારનું નામસરનામુંમોબાઈલ નંબરખરીદનારનું આઈ.ડી.પ્રૂફ તથા રેસીડન્ટ પ્રૂફની વિગતજૂનું ખરીદવાનું કે ખરીદ્યુ તેની કારણ અને તારીખએન્જિન-ચેસીસ નંબરમોડલ નંબરરજિસ્ટ્રેશન નંબર વિગેરેની વિગત અંગેની ઝેરોક્ષ રાખવા સહિતનું નિયત નમુનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.

રજિસ્ટર નિભાવવા ઉપરાંત જૂની મોટર સાયકલસ્કુટરકે જૂના થ્રી વ્હીલફોર વ્હીલ વાહનો ખરીદનારને અવસ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત પોતાના કબ્જામાં રાખવી. જૂની મોટરસાયકલસ્કુટરકે જૂના થ્રી વ્હીલફોર વ્હીલ વેચનારા વેપારી અથવા આ અંગેની દુકાનો ધરાવનાર માલિકોમેનેજરોસંચાલકોએજન્ટોએ જ્યારે જૂની મોટર સાયકલ સ્કુટર કે જૂના થ્રી વ્હીલ,ફોર વ્હીલ વાહનોનું વેચાણ કરે ત્યારે જૂની મોટર સાયકલસ્કુટરકે જુના થ્રી વ્હીલફોર વ્હીલ ખરીદ કરનાર ગ્રાહકનું ઓળખકાર્ડ પુરાવા પૈકી એક પુરાવો ગ્રાહક પાસેથી મેળવવાનો રહેશે.

આ હુકમ તા.૨૪.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ની જોગવાઈઓ અન્વયે કાર્યવાહી થશે.

Related Posts