હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર સાથે રજિસ્ટર થયેલા હોટેલ ધારક જ ક્રાઈમ બ્રાંચ ખાતેથી આપવામાં આવેલા યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી જિલ્લાની તમામ હોટેલ અને ગેસ્ટ હાઉસ ખાતે આવતા પ્રાંત, રાજ્ય, દેશ-વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો પથિક સોફ્ટવેરમાં હોટેલના માલિક અથવા સંચાલકે અવશ્ય કરવી.
સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે બહુમાળી ભવન, એ-બ્લોક, પ્રથમ માળ રૂમ નંબર-૧૦૨, એસ.ઓ.જી શાખા, અમરેલી ખાતેથી હોટલ સંચાલક, માલિકે હોટેલની વિગતો રજૂ કરી યુઝર આઈડી-પાસવર્ડ દિન-૧૦માં મેળવી લેવા.
આ જાહેરનામું તા.૨૪.૦૭.૨૦૨૬ સુધી અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.









Recent Comments