અમરેલી

આઈ.ટી.આઈ. અમરેલી ખાતે શૈક્ષણિક સત્ર-૨૦૨૬ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ

શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. એવોર્ડથી સન્માનિત સંપૂર્ણ સરકારી સંસ્થા ‘સરકારી આઈ.ટી.આઈ. અમરેલી’ ખાતે શૈક્ષણિક સત્ર-૨૦૨૬ના ઓનલાઈન ફોર્મ ભરવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સંસ્થામાં ઔદ્યોગિક ક્ષેત્રે પ્રત્યક્ષ રોજગારી તેમજ સ્વરોજગારી આપતા અને વર્તમાન ઉદ્યોગોની માંગને અનુરૂપ હોય તેવા વિવિધ ૨૪ જેટલા ટ્રેડની બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાલ શરૂ છે.

અહીં તાલીમ મેળવતા તમામ ઉમેદવારો માટે સરકારી અને ખાનગી નામાંકિત એકમોમાં પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસશીપ તથા રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ સંસ્થામાં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, કેમિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ડ્રાફ્ટમેન સિવિલ, રેફ્રિજરેશન, કોમ્પ્યુટર, વેબ-ડીઝાઇન, મશીનિષ્ટ, ટર્નર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, ઇલેક્ટ્રોનિક્સ, ફિટર, મિકેનિક મોટર વ્હિકલ, ડીઝલ મિકેનિક, ફાયર, વેલ્ડર, પ્લમ્બર, આર્મેચર, ટુ વ્હીલર રીપેરર, સર્વેયર, બ્યુટી પાર્લર અને સીવણ જેવા વૈવિધ્યસભર ટ્રેડ ઉપલબ્ધ છે.

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આ આઈ.ટી.આઈ.માં મહિલા, એસ.સી., એસ.ટી., દિવ્યાંગ અને એક્સ આર્મીના ઉમેદવારો માટે સંપૂર્ણ ફી માફી રાખવામાં આવી છે. જ્યારે જનરલ અને બક્ષીપંચ (OBC) વર્ગના ભાઈઓ માત્ર માસિક ૧૦૦ રૂપિયાની નજીવી ફીમાં ગુણવત્તાયુક્ત તાલીમ મેળવી શકે છે. પ્રવેશ મેળવવા માટે ધોરણ ૮ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના તમામ લાયક ઉમેદવારો આગામી તા.૨૩.૦૬.૨૦૨૬ સુધીમાં સત્તાવાર વેબસાઇટ gujarat.gov.in પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિદ્યાર્થીઓની સુવિધા માટે આઈ.ટી.આઈ. અમરેલી ખાતે વિનામૂલ્યે રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે હેલ્પ સેન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉમેદવારો પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ વોટ્સએપ નંબર (94290 98168) પર મોકલીને ઘરે બેઠા પણ ફોર્મ ભરાવી શકે છે, તેમ આઈ.ટી.આઈ. અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts