આગામી ૨૧મી જૂનના રોજ એટલે કે આવતીકાલે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે સાવરકુંડલા શહેરમાં પણ એક ભવ્ય અને સામૂહિક યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. “સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત” ના સંકલ્પ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના તમામ યોગપ્રેમી નાગરિકો અને વ્યાપારી મિત્રોને પરિવાર સહિત ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ભવ્ય આયોજન પ.પૂ. યોગઋષિ સ્વામી રામદેવજી મહારાજની પ્રેરણા તથા સદ્ગુરુ મહંતશ્રી નારાયણદાસ સાહેબ (ગુરુ ૧૦૮ શ્રી બિહારી સાહેબ) ના આશીર્વાદથી કરવામાં આવ્યું છે.
પતંજલિ યોગ સમિતિ-સાવરકુંડલાના નેજા હેઠળ શહેરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે, ડૉ. હેડગેવાર સેવા સમિતિ, સ્વયંસેવકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ, આર્ટ ઓફ લીવીંગ પરિવાર, સમર્પણ ધ્યાન પરિવાર તથા કબીર ટેકરી પરિવાર દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમનું સુંદર સંચાલન કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમની વિગતો:
તારીખ: ૨૧ જૂન
સમય: સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી
સ્થળ: કબીર ટેકરી, સાવરકુંડલા
વિશેષ નોંધ: યોગ સેશન પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા સાથે રાખવામાં આવી છે.
મુખ્ય સૂચનાઓ:
આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે યોગ આસન કરવા માટે દરેક નાગરિકે પોતાનું આસન (મેડ/ચટ્ટાઈ) સાથે લાવવાનું રહેશે. તેમજ કાર્યક્રમની એકરૂપતા જળવાઈ રહે તે માટે ‘વ્હાઇટ ડ્રેસ’ (સફેદ વસ્ત્રો) પહેરીને આવવું ઇચ્છનીય છે.
વધુ માહિતી માટે સંપર્ક:
કાર્યક્રમ અંગે વધુ વિગત કે પૂછપરછ માટે નીચે દર્શાવેલ અગ્રણીઓનો સંપર્ક કરી શકાશે:
૧. દિલિપભાઈ રાવલ (મુખ્ય યોગ ટીચર, આર્ટ ઓફ લીવીંગ) – મો. 82000 05460
૨. હિના જે. કાણકીયા (મહિલા પ્રભારી, સાવરકુંડલા) – મો. 94288 09050
૩. જયેશ બી. કાણકીયા (અધ્યક્ષ, પતંજલિ યોગ સમિતિ) – મો. 94286 20571

















Recent Comments