ભાવનગર

“વિકસિત ભારત સંકલ્પ સંમેલન” અંતર્ગત ઉમરાળાના રંઘોળા ખાતે પ્રાકૃતિક કૃષિ વર્કશોપ યોજાયો

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ સ્થિત પટેલ સમાજની વાડી ખાતે તા. 18 જૂન,
2026ના રોજ પ્રાકૃતિક કૃષિ વિષયક એક દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં
તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહીને પ્રાકૃતિક કૃષિ વિષે માર્ગદર્શન મેળવ્યું હતુ.
વર્કશોપ દરમિયાન શ્રી જે. એન. પરમારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અને મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ.
નિગમ શુક્લાએ જમીનના સ્વાસ્થ્ય અને સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી ચતુરભાઈ સાંખટે ખેતીવાડી
વિભાગની વિવિધ યોજનાઓ તથા પ્રાકૃતિક કૃષિના અમલીકરણ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત શ્રી
અશોકભાઈ હુંબલ, શ્રી અજીતસિંહ ગોહિલ, શ્રી લાલજીભાઈ લુખી અને શ્રી સંજયસિંહ ગોહિલે પણ પોતાના વિચારો
અને અનુભવો રજૂ કર્યા હતા.
કાર્યક્રમ સ્થળે આત્મા કચેરી ભાવનગર, આઈ.સી.ડી.એસ. સખી મંડળ ઉમરાળા, ગૌ સત્વ ભાવનગર નેચરલ
એફ.પી.ઓ., ફાર્મર ઓર્ગેનિક અને પી.એચ.સી. સેન્ટર રંઘોળા સહિત વિવિધ વિભાગો અને સંસ્થાઓના માહિતીપ્રદ
સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. આ કાર્યશાળામાં કુલ 536 ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ શ્રી રામભાઈ સાંગા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી અશોકભાઈ હુંબલ, આગેવાનશ્રી
પ્રતાપભાઈ આહીર, તાલુકા પંચાયત સદસ્યો શ્રી પરેશભાઈ કોતર અને શ્રી હમીરભાઈ ચાવડા, APMC ચેરમેન શ્રી
બલદેવસિંહ ગોહિલ તેમજ કારોબારી ચેરમેન શ્રી ધર્મવીરસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts