ભાવનગર યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા તા.૨૩મી જૂન,૨૦૨૬ ને મંગળવારના
રોજ રોજ સવારે ૧૦:૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, એફ-4/6, એનેક્સી બિલ્ડિંગ, બહુમાળી ભવન ખાતે
ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની અંદાજિત ૦૩ કંપનીઓ દ્વારા વી.એમ.સી. સુપરવાઈઝર, ક્વોલિટી કંટ્રોલ,
પ્રોડક્શન શિફ્ટ સુપરવાઈઝર, એકાઉન્ટન્ટ, બેંક ઓફિસ એક્ઝિક્યુટિવ, ક્યુ.સી. સુપરવાઈઝર, માર્કેટિંગ અને સેલ્સ
એક્ઝિક્યુટિવ તેમજ રિસેપ્શનિસ્ટ સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
ભરતીમેળામાં બી.ઈ. (મિકેનિકલ, પ્રોડક્શન, ઇલેક્ટ્રિકલ, મેટલર્જી), એમ.કોમ., એમ.બી.એ., એમ.એ.,
એમ.એસ.એસ.ડબલ્યુ., બી.કોમ., બી.એ., બી.બી.એ. તેમજ ડિપ્લોમા (મિકેનિકલ અને પ્રોડક્શન) જેવી શૈક્ષણિક
લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના રિઝ્યુમની ૦૪ નકલો સાથે સ્વખર્ચે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે.તેમ
યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર દ્વારા જણાવાયું છે.

















Recent Comments